Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Classics Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Classics Others

ઈશ્ક

ઈશ્ક

1 min
217


એક મીઠા મીઠા ટહુકાની આશ છે ઈશ્ક,
જિંદગીભર એક અધૂરી પ્યાસ છે ઈશ્ક !

વચનોનાં મૃગજળ પાછળ હરણફાળ,
દોડમાં કદમ કદમ નવો રાસ છે ઈશ્ક !

અધૂરા અરમાનોના કાફલા ને આ તન્હાઈ,
હરપલ એક સંગાથની નવી આશ છે ઈશ્ક !

એકપલ એક નજર ને પછી એક તડપ,
પછી આજીવન આંખોની ભીનાશ છે ઈશ્ક !

સ્પંદન રૂહના હજી ધબકી રહ્યાં તારા માટે,
એક હાશની આશમાં કાયમ નિરાશ છે ઈશ્ક !

'પરમ' યકીન એક ઝળહળી રહ્યું આંખોમાં,
અંધારામાં ચમકતો 'પાગલ' ઉજાસ છે ઈશ્ક !


Rate this content
Log in

Similar gujarati poem from Classics