STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance Classics

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance Classics

પછી બીજું શું જોઈએ

પછી બીજું શું જોઈએ

1 min
174

સાંજનું શાંત વાતાવરણ હોય,

હાથમાં તારો હાથ હોય,


સૂર્યની વિદાયથી,

રાતુંચોળ આકાશ હોય,


ક્ષિતિજે જાણે આ અંબર, 

ધરાને ચુંબન કરતો હોય !


પંખીઓ કલરવ કરતા હોય,

આ પ્રકૃતિનું અદ્ભુત સૌંદર્ય હોય,


આ ઝાડ પર ઝૂકેલી વેલ હોય,

આ બળદના ઘૂઘરાનો મીઠો અવાજ હોય,


આ અજાનને, આરતીના સૂર હોય,

આ સુંદર દરિયા કિનારો હોય,


ઠરેલ ગૃહિણી જેવી શાંત લહેરો હોય,

બસ હાથમાં તારો હાથ હોય,


સુંદર મજાની સાંજ હોય,

પછી બીજું જોઈએ શું ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance