"પ્રયાસો તારા તું જારી રાખ જે."
"પ્રયાસો તારા તું જારી રાખ જે."
દુઃખમાં પણ હોઠે રાખ સ્મિત
ગમે તે પરિસ્થિતિમાં રાખ તું હિંમત.
જીવનની બાજી ખિલાડી બની ખેલી લે,
પછી ભલે ને હાર મળે કે જીત.
પ્રયાસો તારા તું સતત જારી રાખજે,
ભલે ને આવે તકલીફોની ઊંચી ભીત.
ઈશ્વર પર છોડી દેજે તું સઘળું,
એ એજ કરશે જેમાં હશે તારું હિત.
આસ્થા હૈયે ભરપૂર રાખજે તું,
રણમાં પણ તું અનુભવીશ શીત.
જીવનમાં આવેલ તારું પાત્ર ભજવી લે,
એજ છે જીવન જીવવાની રીત.
પ્રયાસો પછી પણ તને હાર મળે કે જીત ,,
તોય તું જીવન પ્રત્યે રાખજે પ્રીત.