"હૈયે હોય માત્ર મારા નામનો ધબકાર."
"હૈયે હોય માત્ર મારા નામનો ધબકાર."
નથી જોઈતો મને તારા પર કોઈ અધિકાર,
બસ માંગુ એટલું, દિલથી કર મારો સ્વીકાર.
નથી કરવો સદા મારે તારા દિલમાં વસવાટ,
તારા હૈયે હોય માત્ર મારા નામનો ધબકાર!
નથી જોઇતી કોઈ મોંઘી ભેટ સોગાદ મને,
મને તો જોઈએ તારો જીવનભર સહકાર.
નથી જોઈતા કોઈ હીરા મોતી ઝવેરાત મને,
મને જોઈએ તારા અદભુત પ્રેમનો શણગાર.
સાથે મળી સામનો કરી લેશું તમામ મુસીબતોનો,
જીવનમાં ડગલે ને પગલે ભલેને આવે પડકાર.
તારા દિલમાં અઢળક ચાહત હોય મારા માટે,
કાશ! ઈશ્વર કરી દેય એવો ચમત્કાર!