"જાતને ભૂલાવીને બેઠી છું."
"જાતને ભૂલાવીને બેઠી છું."
તારી યાદોની જ્યોત જગાવીને બેઠી છું,
મારી જાત ને હું સાવ ભૂલાવીને બેઠી છું.
પળ પળ તરસે છે હૈયું તારી મુલાકાત માટે,
તું આવીશ એ હૈયે આશ લગાવીને બેઠી છું.
તારું અને મારું મિલન ચોક્કસ થશે જ,
મારું એવું ભાગ્ય પણ લખાવીને બેઠી છું.
એક સાંજે આવી ને તું મળશે જ મને ,
એટલે જ જાત ને એટલી સજાવીને બેઠી છું.