STORYMIRROR

Drsatyam Barot

Romance Inspirational

4  

Drsatyam Barot

Romance Inspirational

રજાઓ નીકળી

રજાઓ નીકળી

1 min
26.9K


વેદ વાચ્યા ને કુરાનો નીકળી,

શાપ વેઠ્યા ને દુવાઓ નીકળી.

દર્દ છાતીમાં સહ્યા છે એટલે,

હર પળે દૈવી મજાઓ નીકળી.

પ્રેમમાં સોગાત મોઘી આપશે,

ભેટને ખોલી સજાઓ નીકળી.

બાળકોનું હાસ્ય વાચ્યું એ પછી,

હાલ ઇશ્વરની રજાઓ નીકળી.

ખીલવાનુ હોય છે નાનું ઘણું,

એ પછી લાબી ખિજાઓ નીકળી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance