રહી શકશો નહીં
રહી શકશો નહીં


આંખના ઉંડાણને સમજ્યાં વિના કળી શકશો નહીં,
સમજ્યાં પછી ફુરસદ કાઢી મળ્યા વિના રહી શકશો નહીં.
શરારત સમજો કે સમજો અણીયારી આંખોની રમત,
મારી રુહ ને સ્પર્શ્યા વિના મારામાં ભળી શકશો નહીં.
જો તરતા ના આવડતું હોય તો આ દરિયામાં ડૂબી જશો,
પણ ડૂબતી જતી પોતાની જાતને મારાથી બચાવી શકશો નહીં.
ઝરમર ઝરમર વરસી જેમ ભીંજવે શ્રાવણમાં ધરા,
એવી જ છે પ્રેમની કળા, આ કળામાંથી પરત ફરી શકો નહીં.
આ તો એવો જ છે અલગારો પ્રેમ ને પ્રેમનું અણધાર્યું વહેણ,
નિયમો ધર્યા ના ધર્યા રહેશે ને તમે એને ત્યજી શકશો નહીં.