STORYMIRROR

Rohit Prajapati

Inspirational

4  

Rohit Prajapati

Inspirational

તમને જોયા પાછી...

તમને જોયા પાછી...

1 min
467

ક્ષણિક નજર મારી રોકાય, 

ને તમારી થાય તમને જોયા પછી,

શ્વાસ પણ મારા થંભાય, 

ને તમારામાં પરોવાય તમને જોયા પછી. 


મિલનની ઘડી યાદગીરી થાય, 

ને આશાઓ જગાવે તમને જોયા પછી,

સપ્તરંગી શમણાં પૂરા થાય, 

ને મન હરખાઈ જાય તમને જોયા પછી.


તમારા વતી શબ્દો રચાઈ જાય,

ને કાગળ પર ઉતરી જાય તમને જોયા પછી,

ગમે તેવો ગુસ્સો ઓગળી જાય, 

ને આલિંગનમાં ભીંસાય તમને જોયા પછી. 


જીવનની આશ બંધાઈ જાય, 

ને ઈશ સમ બની જાય તમને જોયા પછી,

મૌત સાથે પણ લડી જાય, 

ને જીવન તું બની જાય તમને જોયા પછી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational