STORYMIRROR

Rohit Prajapati

Tragedy Others

3  

Rohit Prajapati

Tragedy Others

જવું છે

જવું છે

1 min
156

અમૂલ્ય સંબંધનું મૂલ્ય જાળવી જવું છે,

હવે તો સીધી વાત કરી પછીજ જવું છે.


સુખની પરાકાષ્ઠા બતાવી તે જે મને,

એનું અમૂલ્ય ભાથું બાંધી હવે જવું છે.


ઘણું છૂપાવ્યું સ્વાર્થ ખાતર તારાથી મે,

નિ:સ્વાર્થ તારા પ્રેમને શીશ નમાવી જવું છે.


તારો દેહ પવિત્ર રાખ્યો મારા ખાતર તે,

વાસના ભર્યા મારા દેહને છોડી જવું છે.


નિઃશબ્દ વન વગડાનો માલિક હતો હું,

એ વગડે ખોવાઈ ભટકતા થઈ જવું છે.


હું જાણું તને નહી ગમે તોય મારા વગર,

કીડા ખદબદતા દેહ ને દાન કરી જવું છે.


માફ તો સહેજ પણ કરવો જ ના જોઈએ,

એટલેજ અણધાર્યું પગલું ભરી જવું છે.


અમી તારા ના વરસવા દેતી સહેજ પણ,

હું ઝાંઝવાના નીર સમ છું એટલે જવું છે.


સ્વીટ બીટ કોઈને પણ ના બક્ષ્યા મે અહી,

જાસ્મિન ની મહેક છોડી ગંધ થઈ જવું છે.


મિત્રતા, પ્રેમ, લગ્ન બધા સંબંધો અભળાવ્યા,

સ્મશાનની રાખ બની હવા થઈ જવું છે.


ચાલ હવે છેલ્લે કહું ફરી નથી મળવું ભવમાં,

તને બંધન મુકત કરી હવે છૂટા પડી જવું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy