STORYMIRROR

Heena Pandya (ખુશી)

Others Romance

2.5  

Heena Pandya (ખુશી)

Others Romance

ફેંસલો ના થઇ શક્યો

ફેંસલો ના થઇ શક્યો

1 min
1.4K


રાત આંખે આંજવાનો ફેંસલો ના થઇ શક્યો,

કે નજરને વાંચવાનો ફેંસલો ના થઇ શક્યો.


એ વિચારો મન ભરી આવ્યા છલોછલ ને હવે,

કાફલાને હાંકવાનો ફેંસલો ના થઇ શક્યો.


ચારણી જેવું મગજને સાવ પીંખી નાખશે,

આબરુને ઢાંકવાનો ફેંસલો ના થઇ શક્યો.


આભમાં આજે ન આવ્યો ચાંદ રીસાયો કશે,

તારલાઓ ટાંકવાનો ફેંસલો ના થઇ શક્યો.


આજ અંધારા મળ્યાં છે જિંદગીમાં 'ને જુઓ,

સૂર્યને પણ માંગવાનો ફેંસલો ના થઇ શક્યો.


આ તરફ તો આવવાની ના કહી દીધી પછી,

પાળ મધ્યે બાંધવાનો ફેંસલો ના થઇ શક્યો.


પ્રેમ કાજે ખોતરી લીધા જખમને મેં "ખુશી",

'ને હ્રદયને સાંધવાનો ફેંસલો ના થઇ શક્યો.


Rate this content
Log in