ફેલાઈ છે
ફેલાઈ છે
જિંદગીમાં રોશની જ્યાં જ્યાં જરાં રેલાઇ છે,
ખોઇ બેઠા છે હદયને ત્યાં દિશા બદલાઇ છે,
આપશે જેઓ હવે આ ચાંદની ઉપમા અહીં,
આજ દુનિયા પ્રેમ જેવા વહેમમાં ભરમાઇ છે,
ગડગડાટી શેની હશે ત્યાં, શોધવા હું નીકળી,
આભમાં હું જઇ ચડું તો લાગણી અથડાઈ છે,
કે ડગર પર ક્યાંક એણે ચાંદને જોયો હશે,
એ પછી આ ચાંદની પણ ચોતરફ ફેલાઇ છે,
ચાંદ હળવે વાદળાં પાછળ છુપાતો જાય છે,
ત્યાં "ખુશી"ને પણ નજાકત પ્રેમની દેખાઇ છે.
