STORYMIRROR

Drsatyam Barot

Romance Others

4  

Drsatyam Barot

Romance Others

વર મને એવો ગમે

વર મને એવો ગમે

1 min
27.6K


દે દિલેથી આવકારો, વર મને એવો ગમે,

પ્રેમનો એ હોં નજારો, વર મને એવો ગમે.

હોય એના શ્વાસમાં મારો ઉતારો પ્રેમથી,

એ હસી બોલે પધારો, વર મને એવો ગમે.

હું ઉતારું થાક એની બાંહમાં મનખો ભરી,

રાત દન એની બહારો, વર મને એવો ગમે.

હો સુખ દુખ પ્રેમમાં તો જિંદગી ચાલી જશે,

કાયમી હો એ સહારો, વર મને એવો ગમે.

ના ઘરેણાં પ્રેમથી વ્હાલાં મને લાગે કદી,

એ જ મારા છે શૃંગારો, વર મને એવો ગમે.

એ બધોએ પ્રેમ એનો આપશે આવી મને,

હોંશનો ના પગ પસારો, વર મને એવો ગમે.

ના કપટ હો પ્રેમમાં, ના કોઈ પ્રત્યે વેર હો,.

પ્રેમની રાતો સવારો, વર મને એવો ગમે.

હું સદા પ્હેરું અને ઓઢું બધું એનું કરી,.

જિંદગી એનો ઠઠારો, વર મને એવો ગમે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance