કંચન કરું
કંચન કરું


આપના હોઠ પર એક ચુંબન કરું;
પ્રેમને કિંમતી એવો કંચન કરું.
શું ફરક પડશે? છો ને સરપ આવે; પણ-
કો'કને કાજ હું 'હું' ને ચંદન કરું.
માનવીઓ હવે એવા ક્યાં છે? કે જ્યાં;
એનાં ચરણોમાં નખશિખ હું વંદન કરું.
હોય મંજૂર જો તુજને તો બોલી દે;
ગાલ પર તારા રૂપાળું ખંજન કરું.
તારી કાતિલ નયન ઓર કાતિલ કરું;
આવ મુજ પાસે આંખોમાં અંજન કરું