STORYMIRROR

Vijay Jadav

Drama

2  

Vijay Jadav

Drama

હંગામી કરાર

હંગામી કરાર

1 min
6.6K


પ્રેમીઓ આજ તો રૂડો એકરાર કરશે;

'ને લાલચુ ઘણા હંગામી કરાર કરશે.

ધબકારા તો ધમણ માફક ચાલશે તે વેળા;

'ને ફ્રેશ તો બિચારાં કે'તાં જ વાર કરશે.

પપ્પાની બીકે કંઈક જણનું વે'લું પતશે;

કંઈક તો યાર પાછી બીજી સવાર કરશે.

પંપાળશે ઘણા તો હળવેથી, 'ને ઘણા તો;

કેરીની જેમ ચૂસી ચૂસીને પ્યાર કરશે.

વાસંતી વાયરે વાગ્યા ઢોલ પણ હશે, 'ને,

રંગીન કરવા શય્યાને ફૂલહાર કરશે.

કંઈક નવાં નિશાળ્યાં નાપાસ પણ થશે; 'ને,

ખડ્ડુસ જે હશે પ્રપોઝ ધરાર કરશે.

જો ભાઈ આપણા ડાચામાં જરાય દમ છે?

ખાલી ડખો થશે 'ને એ ઈનકાર કરશે.

આવેગમાં હશે આજ તો પ્રેમીઓ લગભગ;

મિત્રો મદદ કરી કંઈકને ફરાર કરશે.

 


Rate this content
Log in

Similar gujarati poem from Drama