Patel Padmaxi

Drama

4  

Patel Padmaxi

Drama

વ્હાલની ભાષા

વ્હાલની ભાષા

1 min
269


આ વ્હાલની ભાષા કેવી અનોખી !

દુનિયાના રિવાજોથી સાવ નિરાળી,


માનવ,પશુ-પંખી કે જીવજંતુઓમાં,

વાત્સલ્યની ધારા તો બધેય સરખી.


હૂંફની પરિભાષા સ્પર્શે અનુભવાય,

ચેષ્ટાઓથી બાળની જનેતા હરખી,


લાડ લડાવે અપત્યને સહજ ભાવે,

સ્નેહ ભરી આ સોબત કેવી નોખી!


સર્જનહાર છુપાયો મમતાના વિસ્તારે,

કાળજાના કટકામાં પ્રાણ દેતી જોખી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama