STORYMIRROR

Patel Padmaxi

Others

3  

Patel Padmaxi

Others

ગુજરાત ગૌરવ ગાન

ગુજરાત ગૌરવ ગાન

1 min
12.3K


મારું ગુજરાત મને વ્હાલું મારું ગુજરાત,

ગરવું ગુજરાત ધન્ય તને મારું ગરવું ગુજરાત.

પાય પખાળતી ખળખળ વહેતી પવિત્ર નદીઓ,

તાપી, નર્મદા, સાબરમતી, ઓજતની જળધાર;

નદીઓના જળમાં ઝબોળાતું ગરવું ગુજરાત

મારું ગરવું ગુજરાત.

પર્વતમાળા હાથ પકડીને ઉભેલી દીસતી અહીં,

સહ્યાદ્રિ,ગિરનાર, પાવાગઢ,સાપુતારા ને તારંગાની હાર,

દુશ્મન ને તોફાનો સામે લડતું ગરવું ગુજરાત,

મારું ગરવું ગુજરાત.

વિધ ધર્મોના તીર્થક્ષેત્રોથી જગભરમાં વિખ્યાત,

દ્રારકા, સોમનાથ, પાલીતાણા,અંબાજી ને ડાકોરના દ્રાર;

આકાર-નિરાકારના સમભાવવાળું

ગરવું ગુજરાત,

મારું ગરવું ગુજરાત.

ક્રાંતિકારી, મહાન દેશનેતા, કવિ-લેખકોની આ ભોમ

નરસિંહ, ગાંધી, ભગતસિંહ, નર્મદ, મેઘાણી, વીર સરદાર;

દેશદાઝ, ભૂમિગૌરવને વધારતું ગરવું ગુજરાત,

મારું ગરવું ગુજરાત.

પાદરે ઉભી ખાંભીઓ, ખુમારી ભરી ખંતીલી પ્રજા,

કમરબંધ કર્કવૃત ને ત્રાડ સાવજની રોજ સૂણનાર;

રકતના કણકણમાં ભર્યું ખમીર ગરવું ગુજરાત,

મારું ગરવું ગુજરાત.

શૌર્ય -સાહસથી ભરી,વેપારે દુનિયાભરમાં વખણાય

મીઠડો માણસ, મીઠડી ગુજરાતી ભાષાના વિચાર;

મન મોહી લે ગુજરાતીજન ગરવું ગુજરાત,

મારું ગરવું ગુજરાત.


Rate this content
Log in