STORYMIRROR

Patel Padmaxi

Romance

3  

Patel Padmaxi

Romance

રંગ હૃદયાનો

રંગ હૃદયાનો

1 min
259

રંગ રંગ એક લાલ સખીરી

રંગ હૃદયાનો પ્યારો

મોહતો ને સોહતો અતિ વદને

રંગ એ ન્યારો,


મસ્તકેથી પાય સુધી પહોંચ્યો

સળવળતો ભીતરમાં

લાજથી લજામણી બીડાતી

રંગ હૃદયાનો પ્યારો,


હોઠના વિસ્તારમાં ફેલાતો

ફરફરતો હળવેકથી

નિ:શબ્દ બની મલકાતો રહેતો

રંગ હૃદયાનો પ્યારો,


એક એ રંગ તણા સંગાથે

રોશન આ દેહનું રજવાડું

અણમોલ અવિરત વહેતો

રંગ હૃદયાનો પ્યારો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance