દિવાળી
દિવાળી
દીવડાંની હારથી શોભતી દિવાળી,
ઝળહળ જયોતમાં સોહતી દિવાળી.
મેઘઘનુષી રંગોથી રંગોળીમાં રચાતી,
અવનવી ભાતમાં પથરાતી દિવાળી.
ઘરના ખૂણાઓમાં પ્રકાશે વિખરાતી,
હૈયામાં ઉલ્લાસે ઉભરાતી દિવાળી.
ફટાકડાની સંગ બારણે ફટફટ ફૂટતી,
બાળકોની મનમાં મચલતી દિવાળી.
અવનવી વાનગીઓથી રસોડે મ્હેંકતી,
મીઠાઈઓથી મધુરાશ ભરતી દિવાળી.
