STORYMIRROR

Patel Padmaxi

Romance

4  

Patel Padmaxi

Romance

રંગ હદયનો

રંગ હદયનો

1 min
175

રંગ રંગ એક લાલ સખીરી

રંગ હદયનો પ્યારો

મોહતો ને સોહતો અતિ વદને

રંગ હદયનો પ્યારો

મસ્તકેથી પાય સુધી પહોંચ્યો

સળવળતો ભીતરમાં

લાજથી લજામણી બીડાતી

રંગ હદયનો પ્યારો

હોઠના વિસ્તારમાં ફેલાતો

ફરફરતો હળવેકથી

નિ:શબ્દ બની મલકાતો રહેતો

રંગ હદયનો પ્યારો

એક એ રંગ તણા સંગાથે

રોશન આ દેહનું રજવાડું

અણમોલ અવિરત વહેતો

રંગ હદયનો પ્યારો


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance