રંગ રેલાય
રંગ રેલાય
1 min
292
તું રંગ લાવ હૃદયનો
રંગી દે તારા હાથે,
ક્ષણનો વિચાર નહીં કરું
ચાલી નિકળું તારી સાથે.
તરબોળ થવું છે મારે તારા એ રંગમાં
રગદોળાઈ જવું છે તારા જ સંગમાં
અનેરી મજા છે તારી બાથે,
ચાલી નિકળું તારી સાથે.
સંગાથની એ મસ્તી કંઈક જુદી હશે
ને શરૂઆતથી અંત સુધી હશે
રંગ રંગ ભીંજાઉં પાયથી માથે
ચાલી નિકળું તારી સાથે.