STORYMIRROR

Bharat Darji Aabhas

Inspirational

2.1  

Bharat Darji Aabhas

Inspirational

લઈ ઊભા છીએ

લઈ ઊભા છીએ

1 min
27.3K


શ્વાસની કાસળ લઈ ઊભા છીએ,

જિંદગીનું તળ લઈ ઊભા છીએ.

બેસવાનો તો સમય ક્યાં છે હવે?

જાત આ ચંચળ લઈ ઊભા છીએ.

આવશે વારો અમારો એક'દી,

મોતનો કાગળ લઈ ઊભા છીએ.

સાચવી લે આ ઘડીને ઓ ગઝલ,

શબ્દનાં શ્રીફળ લઈ ઊભા છીએ.

આ તરસ પણ આજ જન્મે છીપશે?

ભાગ્યમાં મૃગજળ લઈ ઊભા છીએ.

બારણાં જો ખોલશો તો શું થશે?

આંખમાં અટકળ લઈ ઊભા છીએ.

દોડતો 'આભાસ' પાછળ આવજે,

મોતને આગળ લઈ ઊભા છીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational