જીંદગીમાં દોડ છે
જીંદગીમાં દોડ છે

1 min

422
આંધળી પણ જીંદગીમાં દોડ છે,
લક્ષ્ય સામે છે, છતાંયે ફ્રોડ છે.
આંખમાં તાજી ઉદાસી જોઈ છે,
તોય એને પ્રેમ માટે કોડ છે.
બ્રહ્મ તારી પ્રાર્થના પાછી ફરી,
કેમ માનું મંદિરોમાં ગોડ છે ?
બે ઘડીની જિંદગી જાણે છતાં,
કેટકેટલું પામવાની હોડ છે ?
કોઈ પૂછે પ્યારમાં 'આભાસ'ને !
દર્દ સાથે આંસુ સાચી જોડ છે.