STORYMIRROR

Bharat Darji Aabhas

Inspirational

3  

Bharat Darji Aabhas

Inspirational

આપે છે

આપે છે

1 min
14K


પ્રેમમાં એ ગુલાબ આપે છે,

જામ જાણે શરાબ આપે છે.

દર્દ એ બેશુમાર માંગીને,

જિંદગીને હિસાબ આપે છે.

આજ પંડિતાઇ છોડી છે,

આંખથી એ જવાબ આપે છે.

ઊતરી એ ગઈ હ્રદયે મારી,

રાત ભર એજ ખ્વાબ આપે છે.

કેમ 'આભાસ' આટલો ચાહે?

મોત ખોટો જવાબ આપે છે?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational