ફેલાય તો
ફેલાય તો


વેદના ભડકો બની ફેલાય તો?
આગ આ તણખો બની ફેલાય તો.
ભીંત, દર્પણ, બારણું ને ઓસરી,
માણસાઈ મનખો બની ફેલાય તો.
મંદિરોને એ ધજાઓ આંધળી,
સત્ય આ ભરમો બની ફેલાય તો.
ઘર,ભીંતો,ને છબી તારી રંગું,
રંગ જો ટપકો બની ફેલાય તો.
આ જગત 'આભાસ' આખો બાળશે,
આગ જો ભડકો બની ફેલાય તો