ઊછળતાં પડતાં....
ઊછળતાં પડતાં....
ઊછળતાં પડતાં આ જિંદગીના મોજા...
અફસોસ કેવો ને વળી કેવી ગુમાની... ઊછળતાં પડતાં
સુખ અને દુ:ખ એ તો ઋતુઓ ના ફેરા...
આવે ને જાય એનો બોજો ના રાખવો... ઊછળતાં પડતાં
ઘેરાતા વાદળા ને ઉઠતા વંટોળિયા...
હરિની વાટ જોવું સૂરના રે તાંતણે... ઊછળતાં પડતાં
હ્રદયા માં રામ મારે બીજુ ના કાંઈ...
નિરખવું સ્થિર ભાવે આતમના દીવડાં... ઊછળતાં પડતાં