STORYMIRROR

Bhavna Bhatt

Inspirational Others

3  

Bhavna Bhatt

Inspirational Others

આ વસુંધરા

આ વસુંધરા

1 min
230

મારા સ્વપ્નમાં

આ ધ્રુજતી વસુંધરા

અને કહેતી

માણસ માણસાઈ ભૂલ્યો

એ અનંત પાપો કરે

કાળા કામો કરે

ને મંદિરમાં દાન કરે


એકમાત્ર પાપ ધોવા

આસપાસ સગાંવહાલાંને

ટળવળતા રાખીને

અસંખ્ય ભેટસોગાદો

મંદિરમાં ધરતો

માણસાઈ વિહોણો માનવ


કુમળી કળીનો

દુષ્કર્મનો શિકાર બનાવતો

આ જોઈ ઝળહળતા ચંદ્ર 

પણ ઝંખવાઈ ગયો.

પ્રકૃતિને નુકસાન કરતો

ને કાયમ અંહમમાં ફરતો


ભાવના સભર ડુસકા

ભરતી વસુંધરા

ને કેહતી

પાન, મસાલા ખાઈને

મને ગંદી કરતો આ નર

આ ક્યાંની માણસાઈ

મારા કોખમાં

રહીને મને ગંદી કરે


ભૂકંપ થકી પ્રયત્ન કર્યો

પણ માણસ સમજે ક્યાં ?

હું એમ કાંઈ મારા

પ્રયત્નો થોડી છોડું

મેં મારી ગોદમાં મોટા કર્યા

એક માંગણી મૂકું છું

માણસ છો તો

 માણસાઈ જાળવો


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational