લાગણી
લાગણી
1 min
31
*લાગણી*
લાગણી આપો તો સાચી આપો,
દંભનો ઉપકાર નથી જોઈતો.
દિલથી મીઠો આવકાર આપો,
બાકી તો દેખાડો નથી ખપતો.
ઝંખના સન્માન સાચું આપો,
ભાવનાને કારભાર નથી ખપતો.
અમને સમજો બીજું ના આપો,
વ્હાલનો દંભ નથી જ જોઈતો.
તમારી અમાપ લાગણી આપો,
બહુ મોટો વિસ્તાર નથી જોઈતો.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ....*
➖〰️➖〰️➖〰️➖〰️➖
