સરકી જાય પળ
સરકી જાય પળ
1 min
199
*સરકી જાય પળ* ૨૪-૧૦-૨૦૨૪
આયુષ્ય ની રેતી સરકી જાય છે,
આયખાની દોર સરકી જાય પળમાં
મનવા જરા ચેતીને ચાલો
ભાવના માણસાઈ ભૂલી ગયા છે,
ન કરવાનાં કામો કરીને ભેગું કર્યું છે
ઈશ્વર ને જવાબ આપવો પડશે
એ જીવ સરકી જાય પળ જો.
જીવનમાં સત્કર્મ કરી ભાથુ બાંધી લો,
ધન,દોલત, બંગલો અહીં રહી જશે
સારાં નરસાં કર્મ સાથે આવશે
સમય સરકી જાય પળમાં ચેતી જાવ..
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖