મનન
મનન
1 min
201
*મનન*
આજનાં ટેક્નોલોજી યુગમાં,
મનન કરવું જરૂરી છે
કારણકે કોણ ભરોસાપાત્ર છે
એ જાણવું અઘરું છે.
જેને અંગત સમજતાં હોઈએ,
એનાં પણ અલગ અંગત હોય છે
દિલની વ્યથા કહીએ તો
ઘર ઘર સુધી વાત પહોંચી જાય છે.
ભાવના નકાબધારી ઘણાં લોકો છે,
મોં પર મીઠું મીઠું બોલીને
સુખમાં ઈર્ષા કરે છે અને,
દુઃખમાં એ જ લાગની કહે છે.
એકાંતમાં બેસીને જીવવું શાન છે,
મનન કરીને જિંદગી જીવવી પડે છે
વિચાર ને ચિંતન થકી જીવાય છે
ખોટાં લોકોથી હસીને ચાલવું પડે છે.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖
