દેવ ઉઠી એકાદશી
દેવ ઉઠી એકાદશી
1 min
11
*દેવ ઉઠી એકાદશી* ૧૨-૧૧-૨૦૨૪
આજે દેવ ઉઠી એકાદશી દિન રે,
આજથી શુભકાર્યો પ્રારંભ થશે રે.
તુલસી વિવાહ ધામધૂમથી થાય રે,
ચારેકોર આનંદ મંગલ વર્તાય છે રે.
તુલસી શાલીગ્રામ વિવાહ થાય રે,
મંદિરને ઘરમાં ઉત્સવ ઉજવાય રે.
ભાવના એકાદશીનાં તપ ફળે છે રે,
દિલથી સૌને કહું જય શ્રી કૃષ્ણ રે.
આવ્યો છે આજે રૂડો અવસર રે,
ભક્તોના હૈયામાં અનેરો ઉમંગ રે.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖