ઓ ચેહર મા
ઓ ચેહર મા
1 min
135
*ઓ ચેહર મા* ૧૦-૧૧-૨૦૨૪
ઓ ચેહર મા, ઓ ચેહર મા,
તું તો છે અમારું માવતર રે
વડીલોની ભક્તિ થકી અમને મળ્યા રે
સાત સાત પેઢી તારી દીધી રે..
ગર્વ છે અમને તું અમારું માવતર રે,
તારી કૃપાથી સઘળું સુખમય જીવન રે
એક તારો આધાર બીજું કોઈ નથી રે
ભાવના ભર્યા ભાવે ગુણ ગાવા છે રે..
ગોરના કુવે બેઠી તું લેહર કરાવે રે,
સુખ સમૃદ્ધિ આપી દુઃખ દૂર કરે રે
તારાં દર્શન કરવા આવે એ ધન્ય બને રે
રમેશભાઈ ની માનીતી ચેહર મા રે...
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖
