પડતર દિવસ
પડતર દિવસ
1 min
36
*પડતર દિવસ* ૧-૧૧-૨૦૨૪
આજે આવ્યો છે દિન પડતર,
બનશો નહિ કોઈને કદી નડતર.
મદદરૂપ બનો તો ચેહર રાજી થાય,
ખોટાં કાર્યોથી માતા નારાજ થાય.
આપી શકો તો ખુશી કોઈને દેજો રે,
આ જોઈને ચેહર મા રાજી થાય રે.
ભાવના સૌની સમજીને ચાલવું રે,
આંતરડી ઠારી સુખી થવાય છે રે.
પડતર દિન ઘણું સમજાવી જાય રે,
કોઈને પણ નકામાં ગણવાં નહીં રે..
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖