STORYMIRROR

Neha Desai

Inspirational

3  

Neha Desai

Inspirational

રાખવું

રાખવું

1 min
223

એકાદ એવું કોઈ વળગણ રાખવું,

ચેનથી જીવવાં જીભે ગળપણ રાખવું !


શોખ જિંદગીમાં આપણાં પૂરાં કરવાં,

ઉંમરનું ના કોઈ બંધન રાખવું !


ચાર વાતો લોકોની કરીએ તો,

આયના ભણી મોં ચોક્કસ રાખવું !


યાચના હંમેશા પ્રભુ પાસે કરીએ તો,

પ્રાર્થના કરવા દિલ કાયમ સાફ રાખવું !


નિંદા કડવાશ નફરત અને ઈર્ષાને જીતવાં

મનમાં 'ચાહત'નું ફૂલ ખીલેલું ખાસ રાખવું !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational