STORYMIRROR

Neha Desai

Inspirational

4  

Neha Desai

Inspirational

જોઈએ

જોઈએ

1 min
324


રડતાં કોઈ દિલને, હસાવી જોઈએ,

મુખવટો ચહેરાનો, ઉતારી જોઈએ !


ઉદાસી ઘેરી વળે છે, સમી સાંજે,

આથમતાં સુરજની, દોસ્તી કરી જોઈએ !


મજબુરીથી, ભુખમરો વેઠે છે કોઈ,

અન્નનો બગાડ, અટકાવી જોઈએ !


અનરાધાર વરસે છે, ભીની ધરા પર,

તરસ્યાં એક મનને, પલાળી જોઈએ !


કરોડો ખર્ચાય છે, મંદિર નિર્માણમાં,

કોઈક નિરાધારનો, ઈશ બની જોઈએ !


“ચાહત” થી ભરપૂર, છે આ જીવન,

કોઈક રુઠેલાંને, પ્રેમથી મનાવી જોઈએ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational