Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha Desai

Classics

4  

Neha Desai

Classics

ખબર પણ, ના પડી

ખબર પણ, ના પડી

1 min
326

સમય વિત્યો, પણ કેવી રીતે, 

ખબર પણ ના પડી,

જિંદગીની દોડમાં, ઉંમર ક્યાં વિતી, 

ખબર પણ, ના પડી !

મા બાપ બનવાનું સુખ હતું, ‘ને ચિંતા બાળ ઉછેરની,

ઉછેરતાં ઉછેરતાં, આપણે, સમજદાર ક્યારે થયાં,

ખબર પણ, ના પડી !

શરુઆત હતી જિંદગીની, યૌવનનાં જોમથી,

હાંફતાં હાંફતાં, મધ્યાહ્ને ક્યારે પહોંચ્યાં,

ખબર પણ, ના પડી !

એક સમયે, હતાં જવાબદારી મા બાપની,

જવાબદારી ઉઠાવતાં ઉઠાવતાં, ક્યારે મૂરઝાયા,

ખબર પણ, ના પડી !

ગુમાન હતું નોકરીનું ‘ને, સત્તા અને દમામનું,

એશ આરામથી જીવતાં જીવતાં, પરિવારથી દુર ક્યારે થયાં, 

ખબર પણ, ના પડી !

બાળપણની એ મોજ મસ્તી, ‘ને યુવાનીનું જોશ,

જીવતાં જીવતાં, ઘડપણ, ક્યારે આંગણે આવ્યું, 

ખબર પણ, ના પડી !

“ચાહત” હતી દિલની, મિત્રોની સંગતમાં જીવવાની,

એકમેકથી દુર, ક્યારે થયાં, 

ખબર પણ, ના પડી !

Rate this content
Log in

Similar gujarati poem from Classics