STORYMIRROR

ચૈતન્ય જોષી

Classics

5  

ચૈતન્ય જોષી

Classics

વરસ મેહુલા

વરસ મેહુલા

1 min
242

મન મૂકીને વરસ મેહુલા જળતંગી પડકારે તને તને.

મન મૂકીને વરસ મેહુલા મયૂર વૃંદ પોકારે ગમે ગમે.


સૃષ્ટિ સારી જળ ઝંખતી બીજ અષાઢી અને અને,

ગ્રીષ્મ સંતાપે થાક્યા સહુ કોઈ કેટલું હજુ ખમે ખમે. 


ખાલીખમ થઈ ગૈ જળરાશિ તળિયાં એનાં ઝંખે ઝંખે,

કવિગણ થાક્યા કરી પ્રાર્થના કેટલું આખરે લખે લખે.


કૃષિકારોની દશા છે બૂરી જળવિણ કશું ના ખપે ખપે,

હોડી તરાવવા શિશુ ઉત્સુક ક્યારે જળમાં એ રમે રમે.


તરસ્યું ચાતક બેઠું મીટ માંડી સ્વાતિ તૃષા છીપે છીપે,

આવી જા અનરાધાર તું ઇન્દ્રધનુ અવકાશે દીપે દીપે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics