STORYMIRROR

Jay D Dixit

Inspirational Classics

4  

Jay D Dixit

Inspirational Classics

‘હું-તું’થી હુતુતુ ‘ને પછી...

‘હું-તું’થી હુતુતુ ‘ને પછી...

1 min
28.1K


હું–તું થી હુતુતુ ‘ને પછી, છે - હતું, દરેક નરજનું છે.

બંધન રૂપે જે મળ્યું સત્ય, તે દાંપત્યની તરજનું છે.

હવે મૂક બધું બાજુએ, આ તો સઘળું દરરોજનું છે,

સામાન્ય લાગતું આ વાક્ય, પ્રેમ સંગાથે ફરજનું છે.

 

વિશ્વાસ- નિ:શ્વાસ, સ્નેહ- ધિક્કાર, વેદના- સંવેદના,

લગાવ- ફિટકાર ‘ને તોય સાંજે સોંસરવું ભળી જવું,

વેઠવું- ઝંખવું, હસવું- રડવું, સ્પર્શવું અને તરછોડાવું,

શ્વાસથી ગૂંથાયેલા સગપણમાં અભિમાન વરજનું છે.

 

જ્યાં લાગણી આદત અને આદત અનિવાર્ય બને,

ક્ષણેક્ષણ નવસર્જન સંગાથે ક્ષણેક્ષણનું વિસર્જન બને,

આકર્ષણ વર્ણથી આરંભે ‘ને અંતે વર્ણ જ જીર્ણ બને,

એ ઘટનાનું ઘડતર સરવાળે તો સૃષ્ટીની ગરજનું છે.

 

અરે આમ અચાનક એકમેકનું કેમ કરી થઇ જવાય?

અસ્તિત્વ સાથે ખુદના, કોઈને આપણું કહી કેમ જીવાય?

તને હું સમજી લઉં ‘ને મને તું તારું સઘળું જ ગણી લે,

‘કલ્પ’ કહે, જાણે સપ્તસ્વરોમાં સર્વોચ્ચ સત્વ ખરજનું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational