પૂરતું છે
પૂરતું છે


મીઠાશ મુખે રાખો પૂરતું છે,
વિશ્વાસે સ્વને રાખો પૂરતું છે.
ગણતરી તો ઘણાને આવડે,
લાગણી હૈયે રાખો પૂરતું છે.
એમ કંઈ અઘરૂં નથી બધું,
બસ, સમય સાથે લ્હેણું નથી,
રડવાના તો દસ બહાના છે,
આંસુ સાથે હસે રાખો પૂરતું છે.
કંઈ સાથે આવ્યું નથી,
'ને સાથે કંઈ જવાનું નથી.
સાવ ખોટી વાત છે આ,
નામ જીવે રાખો પૂરતું છે.