STORYMIRROR

Jay D Dixit

Inspirational

4  

Jay D Dixit

Inspirational

દેશ કેમ કેદ છે?

દેશ કેમ કેદ છે?

1 min
403

અટકી ગયા રસ્તા ને કેદ થયો દેશ.

કેમ થયું આવું? વિચાર કરું હું પેશ,


ઈશ્વરને થયું, ઘણો સમય થયો,

પરિવાર ભેગા થયાનો યુગ ગયો,

નોટો ને સિક્કામાં અટવાયા સહુ,

ચાલ, એમના બદલું મન મહીં વેશ.


ભમ્યા જગત સઘળું હરકોઈ,

દોડે પ્રભાતથી નિશા રોઈ રોઈ,

ભોમિયા થઈને વસુધા જોઈ,

હવે શોધ ઘરનો તારો પ્રિય પ્રદેશ.


કમાયો ઘણું ને ગુમાવ્યું ઘણું,

ઠોન્સી ઠોન્સીને ભર્યું મારા પણું,

અપેક્ષાઓથી હૈયું કર્યું તે બમણું,

કલ્પ, શાંતિ ને સંતોષનો જીવ સંદેશ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational