Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shital Panchal

Inspirational

4  

Shital Panchal

Inspirational

સ્ત્રી - એક પ્રેરણાસ્ત્રોત

સ્ત્રી - એક પ્રેરણાસ્ત્રોત

1 min
13.7K


સરળ શબ્દની કિતાબ અઘરી છું,

સહેલી છું માટે અઘરી નારી છું.

ખુલ્લી બાજીમાં સઘળું દાવે લગાડું,

પડશે એવા દેવાશેમાં રાચનારી છું.

વાત વાતમાં ન કરો આમ પારખા,

એક જ પલકારામાં પારખનારી છું.

હાર જીતની આ કાયર દુનિયામાં,

હારીને બમણા જોશે વધનારી છું.

કેવી, કેમ, શા માટે કરશો અગ્નિપરીક્ષા,

દશાનનના અભિમાનને પળમાં તોડનારી છું.

ન કાપો પાંખો કે ન પૂરો ચોકઠે;

નિભાડાના સખત તાપે પાકટ થનારી છું 

ન ખપે ઉપનામ અબળા કે સબળા,

માણસ નામે નારી હું નારાયણી છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational