જીંદગી રંગબેરંગી
જીંદગી રંગબેરંગી
જીંદગી રંગબેરંગી મેળાવડો,
ગમતો અણગમતો ખુદનો મેળો.
ન ખુદને ખોઈ શકે તું,
ન ખુદને છોડી શકે તું.
તું જ તારા પ્રશ્નનો ઉત્તર,
તું જ તારી તકલીફનું નિરાકરણ.
ન ખોતર કે છેતર માનવી,
ખુદને ખોજ લઈ દીર્ઘ દ્રષ્ટિ.
ઊતર ભીતર ઝાંખ ખુદને,
પામ ઊંડાણે વેંત છેટા સ્વને.
ભીતર ઝળકે રંગબેરંગી મેળો,
ઝળહળ “તું” સ્વ સ્વર્ગનો મેળાવડો.
ચલ મન ભીતર સ્વને જીતવા,
તુજ રણની મીઠી વીરડી શોધવા.
