કોણ શું કહેશે..
કોણ શું કહેશે..


કોણ શું કહેશે? નેવે મૂ કી એને,
સંકોચના ફુગ્ગાને મારી ટાંકણી.
બોજી લ જવાબદારીને મૂકી કોરાણે,
દુનિયાદારીને થોડી હેઠે ઉતારી.
નિર્દોષ, નિર્મળ હાસ્યની હેલીએ,
ખિસ્સા ખુશીના હેતે ઝુલાવી.
આનંદની દોરીએ બાંધી ખુદને,
પેલા વિહંગ સંગમુક્તમને ઊડી.
જયાં જામી ગોઠડી અંતરમન સાથે,
ત્યાંહરખની થઈ અજબ પધરામણી.
રગ-રગ સ્વાનંદના હિલોળે મસ્તઝૂમે,
નિજાનંદમાં તરબોળ હુંઆજ મ્હોરી.
ડર, ફફડાટ, સંકોચ, કોણ શું કહેશે?
નેવે મૂકી સૌનેનિજ સફરે ઊપડી.