STORYMIRROR

Shital Panchal

Romance

4  

Shital Panchal

Romance

શું બોલું.

શું બોલું.

1 min
27.3K


તું કરે ફરિયાદ, બોલ ને, શું બોલું ?

તારી અસ્ખલિત વાણીના દરિયે,

ભીંજાવ હું દિલના એકાંત ખૂણે.

નિહાળું અનિમેષ નજરે તુજને,

પામું ઝળહળ હરપળ મુજને.

ન થાય પલકાર ઝપકાર કે ભાન,

મારા એકાંતના ઓરડે ભરાય પ્રાણ .

તું કરે ફરિયાદ; બોલને, શું બોલું ?

તારા શબ્દમોજા સ્નેહ નીતરતા,

આંખોના દરિયે હિલોળે ચડ્યા.

મારને અગાધ ડૂબકી મારી આંખોએ.

માણને એ અવિરત સ્નેહ મોજાંને,

તુજ અસ્તિત્વ ઝળકે મુજમાં,

પછી ના રહેશે ઓટ તુજમાં.

ન રહેશે ફરિયાદ, બોલ.. બોલ.. બોલને...શું બોલું ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance