તોડું છું
તોડું છું
1 min
13.6K
પાલખી વાદળની છે હું ઊડુ છું,
આસમાને કંકુ પગલાં પાડું છું.
બંધ આંખે હું તો સપને રાચું છું,
નાવ વિશ્વાસે હું તારી છોડું છું.
યાદમાં તારી મગન રહેવું ગમે,
ઝાંઝવા પાછળ હું રણમાં દોડું છું.
નિત નવાં ‘સપનાં’ નયનમાં ઊભરે,
ને સવારે એજ ‘સપનાં તોડું છું.