પ્રેમની તારી નજર
પ્રેમની તારી નજર
કેવી મીઠી પ્રેમની તારી નજર,
ભાવ ભીની પ્રેમની તારી નજર.
ઘૂંટડા મેં ઝેરનાં ભર્યા ઘણાં,
લો મેં પામી પ્રેમની તારી નજર.
કામ ખંજરનું કતલ કરવાનું છે,
છે એ કારી પ્રેમની તારી નજર,
જાઉં હું પાછળ ફરી એ આવતી,
ના રોકાતી પ્રેમની તારી નજર,
શોધતી જુઓ સભામાં બસ મને,
એ ભટકતી પ્રેમની તારી નજર,
આંખમાં જો ઊગતા સપના કદી,
ઊંઘ ભારી પ્રેમની તારી નજર.