રીવર્સ પ્રોસેસ
રીવર્સ પ્રોસેસ

1 min

230
ફરી બાળક થઇ જા આવ્યું ઘડપણ,
હવે તારું શરુ થયું છે બીજુ બાળપણ.
અરે જીવી લીધું જેટલું હતું હાથમાં,
હૈયેથી જીવ હવે, મૂક બાજુએ શાણપણ.
ન ફિકર ન ચિંતા ન કચકચ કર કોઈ,
ગણતરીઓનું તું કરીદે આજ તરપણ.
પ્રકાશ, અંધકાર, ધ્વની, ગતિ ‘ને રંગો,
આ સહુ સંગે સર્જી જો નવું-નોખું સગપણ.
બાળપણને ક્યાં મોતની ખબર હોય છે ?
બાળકનું જીવન એટલે, કરી દે કંઈપણ.