Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jay D Dixit

Tragedy

4.0  

Jay D Dixit

Tragedy

માં ચાલ

માં ચાલ

1 min
12K

માં 

આપણે બે અને

આપણો છેલ્લો માળો.

બધા ચાલ્યા ગયા છે.

અહીંથી દૂર.

અને આ છેલ્લું વૃક્ષ.

કદાચ કાલે આપણે...

એના કરતાં ચાલને આજે જ.

માણસે ગતિ પકડી છે,

સુગંધ માટે ગંધ અહીં ત્યજી.

સુઘડ બન્યો ગંદકી કરીને.

હાઇરાઈઝ, બંગલો અને ફાર્મહાઉસ

અને બધાની અસર આ ડમ્પહાઉસ.

મોટો થયો પણ નાનું મન,

એનું ઘર જો કેટલું ચોખ્ખું

'ને મારા ઘરમાં એનો કચરો લાખો ટન.

મારું ઘર લઈ લીધું એણે...

માં ચાલ...

દરિયો, ધરતી, આકાશ, હવા

બધું જ એણે વાપરી લીધું,

આપણું શું?

આ પ્લાસ્ટિકના પહાડ, ટાયરના સરોવર,

કાગળનો વરસાદ ને સડતો વાયરો,

આપણું શું?

બધા કપાતા ગયા વૃક્ષ,

મરતા ગયા પશુ, પિંખાયા મારા સાથી,

હવે આ બધું એનું છે.

શ્રાપ છે મારો,

તે કચરો કર્યો છે,

એક સમય આવે તું કચરામાં જ રહે.

માં

આપણે બે અને આ છેલ્લો માળો.

માં, ચાલ...

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy