STORYMIRROR

Barot Kuldeep

Tragedy Others

4  

Barot Kuldeep

Tragedy Others

ખુદને ખુદની ખબર નથી

ખુદને ખુદની ખબર નથી

1 min
370

હરદમ કરું છું વિચારો ઘણાં,

કે ખુદને ખુદની ખબર નથી,


ઊભો રહું છું અરીસાની સાપેક્ષ,

ને પ્રતિબિંબ કોનું તેની ખબર નથી,


સવાલો ખુદના ખુદથી જ છે મારા,

માત્ર ખુદના જ્વાબોની ખબર નથી,


શું, જીમ્મેદારીનો ભાર કે પછી વિચારોનો થાક,

ને ક્યાંક પરિસ્થિમાં મારા વાંકની મને ખબર નથી,


લાગણીઓના વર્તુળમાં ઘેરાયો હું,

ને દિશા-નિર્દેશનોની મને ખબર નથી,


સંઘર્ષ કરી રહ્યો છું જિંદગી ખુદથી,

ને ખુદને ખુદની ખબર નથી,


હરદમ કરું છું વિચારો ઘણાં,

કે ખુદને ખુદની ખબર નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy