વિરહ રાહનો
વિરહ રાહનો
ઉઘાડીને બારણાં બેઠો છું ક્યારના,
હું જાણું કે તું આવે છે પળવારમાં,
ઓચિંતો અવાજ એક આવે છે કાનમાં,
રણકાર એ પાયલનો આવ્યો સવારમાં,
ધીરજ ખૂટી, તૂટી ને ભાંગી ગઈ કાલમાં,
આજ આવ્યો છું ચૂડી લેવા રસ્તે બજારના,
હંફાવી તે યાદોને વાગોળી મે કતારમાં,
શોધું કઈ રીતે તને આ મેળે હજારના.

