પ્રિયે
પ્રિયે
તારા વિના સૂનો સદા સંસાર પ્રિયે,
તુજ સંગ જોડાયો હૃદયનો તાર પ્રિયે.
તું હોય તો લાગે ધબકતો આ શયનખંડ,
કર ના કદીયે લાગણી પર વાર પ્રિયે.
તારી ખુશીમાં છે સદા મારી ખુશી જો,
તું છે હવે મારો જીવન આધાર પ્રિયે.
મંજૂર છે સઘળી શરત તારી કહે તું,
ના જીતવું મારે ભલે હો હાર પ્રિયે.
સોંપી હવે સુકાન તારા હાથમાં મેં,
લઈ જા મને આ પાર કે એ પાર પ્રિયે.

